વડોદરામાં મકરપુરા પોલીસ સ્ટેશનનો પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મોડી રાત્રે સવા બે વાગ્યે માહિતી મળી હતી કે, ઘાઘરેટીયાથી સોમા તળાવ જતા રેલવે ટ્રેકના ગરનાળા પાસે કેટલાક લોકો જુગાર રમે રહ્યા છે. જેથી પોલીસે ઉપરોક્ત જગ્યા પર રેડ કરતા ચાર જુગારીઓ ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી ચાર મોબાઇલ, મોપેડ અને રોકડા 36,600 રોકડા સહિત 1.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પકડાયેલા જુગારીઓમાં રાજેન્દ્ર ઉર્ફે લોખંડ કનોજીયા (રહે-ગોમતીપુરા, ગાજરવાડી), આરીફ અયુબભાઈ શેખ (રહે-દેણા ગામ), મિત્તલ રમેશભાઈ પંચાલ (રહે-કૃષ્ણનગર, ઘાઘરેટીયા) અને અશોક પરથીભાઈ વણઝારા (રહે-વિષ્ણુ વાટીકા, સોસાયટી સોમા તળાવ) પાસેનો સમાવેશ થાય છે.


