- સાયન્સ ફેકલ્ટીમાં FYBSc માટે 4,679, આર્ટસમાં 2803, લોમાં 963 વિદ્યાર્થીઓએ અરજી કરી
- આગામી તા.2થી 6 જૂન દરમિયાન પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે
ધો.12 પછી સરકારી યુનિવર્સિટીઓના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. મળતી જાણકારી પ્રમાણે એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ માટે 32300 જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. જેમાં સૌથી વધારે 10012 ફોર્મ એફવાયબીકોમમાં પ્રવેશ માટે ભરાયા છે. આ ઉપરાંત સાયન્સ ફેકલ્ટીમાં એફવાયબીએસસીમાં પ્રવેશ માટે જોવા મળ્યો છે. આ કોર્સ માટે 4679 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે.
કઈ ફેકલ્ટીમાં કેટલા ફોર્મ ભરાયા તેની વાત કરીએ તો સાયન્સ ફેકલ્ટીમાં 6705, આર્ટસમાં 2803, લોમાં 963, સાયકોલોજીમાં 664, એજ્યુકેશનમાં 539, બીબીએમાં 3110, બીસીએમાં 1630, કોમર્સમાં 10012, ફાઈન આર્ટસમાં 430, જર્નાલિઝમમાં 249, હોમસાયન્સમાં 1961, સોશ્યલ વર્કમાં 103, સંસ્કૃત મહાવિદ્યાલયમાં 35 તેમજ બીકોમ બિઝનેસ ઓપરેશનમાં 3627 ફોર્મ ભરાયા છે.
હવે જે વિદ્યાર્થીઓ પ્રવેશ માટે પાત્ર ઠરશે તેમને પ્રવેશ આપવા માટેની પ્રક્રિયા તા.2 થી 6 દરમિયાન હાથ ધરાશે. જ્યારે પ્રવેશ માટેનો બીજો રાઉન્ડ તા.10 થી તા.13 અને જરૂર પડે તો ત્રીજો રાઉન્ડ તા.17 થી 20 અને ચોથો રાઉન્ડ તા.24 થી 29 જૂન દરમિયાન હાથ ધરાશે. કેટલાક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પરીક્ષા લેવામાં આવી છે. આ પરીક્ષા માટેની પ્રવેશ પ્રક્રિયા પણ ઉપરોક્ત તારીખો દરમિયાન હાથ ધરાશે.


