રણોલી રેલવે સ્ટેશન નજીકના ગોડાઉનમાંથી કોપર વાયરો ઉઠાવી જનાર 3 ચોર પકડાયા

રેલવે સ્ટેશન નજીકના એક ગોડાઉનનું તાળું તોડી ચોરી કર્યાની કબૂલાત

MailVadodara.com - 3-thieves-caught-stealing-copper-wires-from-a-godown-near-Ranoli-railway-station

- રણોલી નજીક મોટા થેલાઓ સાથે ઉભેલા 3 જણાને તપાસતા રૂ.એક લાખ ઉપરાંતની કિંમતના 102 કિલો કોપરના વાયર મળ્યા

વડોદરા શહેરના રણોલી વિસ્તારમાંથી પોલીસે ત્રણ જણાને ચોરીના કીંમતી વાયરના જથ્થા સાથે ઝડપી પાડતા તેમણે એક ગોડાઉનમાંથી ચોરી કરવાની કબૂલાત કરી હતી.

રણોલીથી જીએસસીએલ તરફ જવાના રસ્તા પર જવાન નગર પોલીસે મોટા થેલાઓ સાથે ઉભેલા ત્રણ જણાને તપાસતા તેમના થેલામાંથી રૂપિયા એક લાખ ઉપરાંતની કિંમતના 102 કિલો કોપર વાયર મળી આવ્યા હતા. પકડાયેલાઓમાં અર્જુનસિંહ સીકલીગર, સની દેવીપુજક (બંને રહે.બાજવા કરચિયા રોડ, ઇશ્વર ભાઈના ખેતરમાં) અને વિપુલકુમાર બારીયા (રહે. ગોકુળ નગર, બાજવા કરચિયા રોડ) નો સમાવેશ થાય છે. આ વાયરો તેમની બાજુમાં રેલવે સ્ટેશન નજીકના એક ગોડાઉનનું તાળું તોડી ચોર્યા વિગતો બહાર આવી હતી.

Share :

Leave a Comments