મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ડીઝલ ચોરી કરતી ગેંગના વધુ 3 આરોપી ઝડપાયા

હાઇવે પર ટેન્કર સહિતના વાહનોમાંથી ડીઝલની ચોરી કરતી સાવલી તાલુકાની ગેંગના 4 આરોપીઓ મહિના અગાઉ પકડાયા હતા

MailVadodara.com - 3-more-accused-of-diesel-theft-gang-arrested-on-Mumbai-Delhi-Expressway

મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર ટેન્કર સહિતના વાહનોમાંથી ડીઝલની ચોરી કરતી સાવલી તાલુકાની ગેંગના ચાર આરોપીઓ મહિના અગાઉ પકડાયા હતા. આ ગુનામાં સડોવાયેલા અને નાસ્તા ફરતા ત્રણ આરોપીઓ વિજય ફતેસિંહ સોલંકી (રહે-અમરાપુર, તાલુકો સાવલી), વિજય વનરાજભાઈ પરમાર અને અંકિત નરવતસિંહ ચાવડા (બંને રહે-કોટલીંડોળા, તાલુકો ઠાસરા જિલ્લો ખેડા)ને ઝડપી પેરલ ફ્લોની સ્કોર્ડના સ્ટાફે ઝડપી પાડી કરજણ પોલીસને સુપ્રત કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ડીઝલ ચોરીનો નેટવર્ક કરજણ તાલુકાના સુરવાડા ગામની સીમમાંથી પસાર થતા મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ હાઇવે ઉપર ચાલતું હતું. તા.2 ના રોજ એક ટેન્કરમાંથી 70 લીટર ડીઝલની ચોરી થતાં આ અંગે રણોલીની એમ.આર. શાહ ટ્રાન્સપોર્ટ કંપનીના હેમારામ કલારામ જાટે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Share :

Leave a Comments