પોર નજીક વડાસાલા ગામ પાસેથી 3 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યૂ કરાયું

CPP કંપનીમાં મગર દેખાતા કંપનીના કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો

MailVadodara.com - 3-foot-long-crocodile-rescued-from-Vadasala-village-near-Por

- વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગના અધિકારી સાથે મળી એક કલાકની ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું


વડોદરા શહેરના મધ્યમથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મોટા પ્રમાણમાં મગરોનો વસવાટ જોવા મળી રહ્યો છે. વરસાદની શરૂઆત થતા જ મગરો પોતાના સ્થાનેથી અન્ય સ્થાને જતા હોય છે. આજે શહેરના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પોર નજીક વડસાલા ગામ પાસે CPP કંપનીમાં એક 3 ફૂટ મગર દેખાતા કંપનીના કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જો કે આ બાબતે વાઈલ્ડ લાઈફની ટીમને જાણકારી આપતા તાત્કાલિક પહોંચી એક કલાકની ભારે જહેમત બાદ ખાડામાંથી મગરને રેસ્ક્યૂ કરી લાવવામાં આવ્યો હતો.


વડોદરાના પોર પાસે આવેલ કંપનીમાંથી રેસ્ક્યૂ ટીમને જાણ કરાઈ હતી કે, કંપનીમાં મગર આવ્યો છે. આ જાણકારી મળતા તાત્કાલિક ટીમ સ્થળ પર પહોંચી એક કલાકની ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યૂ કરી વનવિભાગને સોંપવામાં આવ્યો હતો. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગના અધિકારી સાથે મળી મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટીમના અરુણ સૂર્યવંશી, હાર્દિક પવાર, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના રેસ્ક્યુવર શૈલેષ રાવલ મળી કામગીરી હાથ ધરી હતી.

Share :

Leave a Comments