- પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 6.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, 5 ગુનાઓનો ભેદલાયો
- શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ-વાહન ચોરી સહીતના શમશેરસિંગ ઉર્ફે ઢબુસિંગ સામે 19 જ્યારે આરોપી બચ્ચુંર્સિંગ ઉર્ફે જશપાલસિંગ સામે 10 તથા મહેન્દ્રસિંગ જીતસિંગ સામે 4 ગુના નોંધાયેલા છે
વડોદરા શહેરમાં છેલ્લા દોઢ માસમાં બંધ મકાનોને નિશાન બનાવી રાત્રે ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુનાઓ આચરનાર 3 રીઢા આરોપીઓને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે અને 6.46 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને 5 ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિશ્વામિત્રી રોડ પર શ્રીમ કોમ્પ્લેક્સ પાસે ખુલ્લા મેદાનમાં બે બાઇક સાથે 3 શંકાસ્પદ ઇસમોને જોયા હતા. જેમને ટીમને જોતાં 3 ઈસમોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમને કોર્ડન કરી શમશેરસિંગ ઉર્ફે ઢબુસિંગ માનસિંગ ટાંક (શિકલીગર), ઉં.વ. 26, રહે. ભાયલી, તા. જી. વડોદરા, બચ્ચુસિંગ ઉર્ફે જશપાલસિંગ મનજીતસિંગ દુધાની (શિકલીગર), ઉં.વ. 23, રહે. વારસિયા, ખારી તલાવડી, વિશ્વામિત્રી, મહાકાળીનગર, વડોદરા અને મહેન્દ્રસિંગ જીતસિંગ દુધાની (શિકલીગર), ઉં.વ. 30, રહે. વારશિયા, ખારી તલાવડી, વડોદરાને ઝડપી પાડ્યા હતા.
વડોદરા શહેરમાં બનતા ઘરફોડ ચોરીના અને વાહન ચોરીના બનતા ગુનાઓ અટકાવવાની અને આ ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના ગુનાઓ કરતાં ઇસમોને શોધી અનડીટેકટ ઘરફોડ અને વાહન ચોરીના ગુનાઓ ડીટેક્ટ કરવાની પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર દ્વારા સૂચના કરવામાં આવી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ વડોદરા શહેરમાં બનેલ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.

આ દરમ્યાન મળેલી માહીતી આધારે ટીમે વિશ્વામિત્રી રોડ ગુજરાત ટ્રેકટર સામે શ્રીમ કોમ્પલેક્ષની બાજુમા ખુલ્લા મેદાને તપાસ જતા બે બાઈક સાથે ત્રણ શખ્સો શમશેરસિંગ ઉર્ફે ઢબુસિંગ માનર્સિંગ ટાંક (શિકલીગર, રહે. ગામ ભાયલી તા.જી.વડોદરા), બચ્ચુસિંગ ઉર્ફે જશપાલસિંગ મનજીતસિંગ દુધાની (શિકલીગર, રહે. વારશિયા ખારી તલાવડી તથા વિશ્વામિત્રી મહાકાળીનગર વડોદરા) તથા મહેન્દ્રસિંગ જીતસિંગ દુધાની (શિકલીગર, રહે વારશિયા ખારી તલાવડી વડોદરાના) ને ઝડપી પાડ્યા હતા. તેઓની ઝડતી કરવામાં આવતા તેમની પાસેથી રોકડ રૂ.1.65 લાખ, સોનાચાંદીના દાગીનાઓ રૂ.3.65 લાખ, બે કાંડા ઘડીયાળ, બે બાઈક સહિત વાંદરીપાનુ, ડીસ- મીસ, ટોર્ચ મળી રૂ. 6.46 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. ત્રણેયની પુછપરછ કરતા તેઓએ છેલ્લા દોઢ માસથી વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારના બંધ મકાનોને ટારગેટ કર્યા હતા તેમજ ગોરવા ખાતેથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી આરોપીઓ ગોત્રી, ગોરવા, માંજલપુર અને રાવપુરા પો.સ્ટે.માં નોંધાયેલા હોય તેમને ત્યાં સોંપવાની કાર્યવાહી કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. જેમાં શમશેરસિંગ ઉર્ફે ઢબુસિંગ સામે અગાઉ વડોદરા શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં નીચે મુજબના ઘરફોડ-વાહન ચોરી સહીતના 19 ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે આરોપી બચ્ચુંર્સિંગ ઉર્ફે જશપાલસિંગ સામે અગાઉ વડોદરા શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં 10 તથા મહેન્દ્રસિંગ જીતસિંગ સામે 4 ગુના નોંધાયેલા છે.


