- સ્કુલ બેગ લઈને ઉભેલા ભાવનગરના બે યુવકોને પોલીસે તપાસતા બેગમાંથી રૂ.39,000 ની કિંમતની 230 બોટલ મળી હતી
વડોદરા બસ ડેપો પરથી પોલીસે બે યુવકોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે.

વડોદરા એસટી ડેપો પાસે સ્કુલ બેગ લઈને ઉભેલા બે યુવકોને પોલીસે તપાસતા તેમની પાસેની બેગમાંથી રૂ.39,000 ની કિંમતની 230 બોટલ મળી આવી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન એકનું નામ સાહિલ જીતુભાઈ પરમાર (રહે. કણબી વાડ, ભાવનગર) અને બીજાનું નામ જીગ્નેશ દિનેશભાઈ પરમાર (રહે. કરચલીયા પરા, ભાવનગર) હોવાનું ખુલ્યું હતું. બંને જણા કોની પાસેથી દારૂ લાવ્યા હતા અને ક્યાં પહોંચાડવાનો હતો, કેટલા સમયથી દારૂની ખેપ મારી રહ્યા છે. જેવી બાબતે તપાસ કરવા પોલીસે બંનેની ધરપકડ કરી પૂછપરછ કરી રહી છે.


