વાઘોડિયા રોડની HDFC બેંકમાં રૂ.500ની 20 ડુપ્લીકેટ નોટો મળી, ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં

વડોદરામાં ડુપ્લીકેટ નોટો ઘુસાડવાનું ષડયંત્ર!! પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી

MailVadodara.com - 20-duplicate-notes-of-Rs.-500-found-in-HDFC-Bank-on-Waghodia-Road-Crime-Branch-investigating

- સવારે 3.48 કલાકે એકાઉન્ટમાં જમા રકમ શંકાસ્પદ

- ખાતાધારક મૂળ વલસાડનો હોવાનું ખૂલ્યું,  લખેલા મોબાઇલ નંબર સંપર્ક કરતાં ગ્રાહકે આ રકમ નહીં ભરી હોવાનું જણાવ્યું

વડોદરાના બજારોમાં છેલ્લા કેટલાક સમયથી ડુપ્લીકેટ નોટો ઘુસાડવાનું વ્યવસ્થિત રીતે ષડયંત્ર ચાલી રહ્યું હોય તે રીતે કિસ્સા બની રહ્યા છે. તેના ભાગરૂપે બેંકોમાંથી પણ ડુપ્લીકેટ નોટો મળી રહી છે. 

વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી એચડીએફસી બેન્કમાં ગઈકાલે તા.29મીએ આવા જ એક કેસમાં રૂ.500ના દરની 20 ડુપ્લીકેટ નોટો મળી આવી છે. બેંકના સુપરવાઇઝરે સવારે કેશ લોડીંગની કાર્યવાહી દરમિયાન તપાસ કરતા કેશ બોક્સમાંથી અલગથી તારવેલી ડુપ્લીકેટ નોટો મળી આવી હતી. ત્યારબાદ બેંક દ્વારા વધુ તપાસ કરાવતા જે એકાઉન્ટ નંબરમાં નોટો જમા કરાવવામાં આવી હતી તેનો સમય સવારે 3.48 કલાક જણાયો હતો. જે ખાતાધારકનું નામ મારું સાગર રમેશભાઈ (રહે. ડુંગરી ગામ, વલસાડ) હોવાનું ખુલ્યું હતું. મોબાઈલ નંબર પણ લખેલો હોવાથી તેનો સંપર્ક કરાતા ગ્રાહકે આ રકમ તેણે નહીં ભરી હોવાનું અને કોઈ બીજી વ્યક્તિ તેના એકાઉન્ટમાં રૂપિયા ભરી ગઈ હોવાનું જણાવ્યું હતું. આમ ડુપ્લીકેટ નોટો જમા કરાવવાનો કારસો રચાયો હોવાની શંકા જતા બેંક દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સોર્સ મારફતે તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments