મુંબઇથી મામાના ઘરે રહેવા આવેલી 19 વર્ષની યુવતીનું ખેંચ આવ્યા બાદ મોત

પરિવારે ડુંગળી સૂંઘાડયા પછી સૂઇ ગયેલી યુવતી સવારે ઊઠી જ નહીં

MailVadodara.com - 19-year-old-girl-from-Mumbai-who-had-come-to-stay-at-her-maternal-uncles-house-died-after-suffering-from-convulsions

- યુવતીને સયાજી હોસ્પિટલમાં લઇ જતા ડોક્ટરે મોત થયાનું જણાવ્યું

મુંબઇથી મામાના ઘરે વડોદરા રહેવા આવેલી યુવતીને ખેંચ આવતા પરિવારે ડુંગળી સુંઘાડી સૂવડાવી દીધી હતી. ત્યારબાદ તે ઊઠી શકી જ નહીં.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પશ્ચિમ મુંબઇના ભાંડુપ વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષની અલીશાબેન મોહંમદહસન અનસારી વડોદરાના આજવા રોડ એકતા નગર કે.જી.એન. પાર્કમાં રહેતા મામા મહેમૂદઆલમ અનસારીના ઘરે ગયા મહિને રહેવા આવી હતી. આજે સવારે સાડા પાંચ વાગ્યે તેને અચાનક ખેંચ આવી હતી. પરિવારે તેને ડુંગળી સૂંઘાડતા આરામ થયો હતો. ત્યારબાદ તે સૂઇ ગઇ હતી. ૯ વાગ્યે તેને ઉઠાડવાની કોશિશ કરતા તે ઊઠી નહતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવતા ડોક્ટરે તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. મોતનું ચોક્કસ કારણ જાણવા માટે બાપોદ પોલીસ પી.એમ. રિપોર્ટની રાહ જોઇ રહી છે.

Share :

Leave a Comments