અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ઉભી રહેલી ટ્રકની પાછળ ST બસ ઘૂસી જતા 19 લોકોને ઈજા

વાપીથી ચાણસ્મા જઈ રહેલી એસટી બસને આજે વહેલી સવારે દેણા બ્રિજ ઉપર અકસ્માત નડ્યો

MailVadodara.com - 19-people-injured-as-ST-bus-rams-into-truck-parked-on-Ahmedabad-Mumbai-National-Highway

- વલસાડથી મહેસાણા પરીક્ષા આપવા જઈ રહેલા 6 વિદ્યાર્થીમાંથી 3 વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયા, જ્યારે બસના ડ્રાઇવરને ગંભીર ઇજા થઇ, તમામને સયાજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા

વાપીથી ચાણસ્મા જઈ રહેલી બસને વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ઉભી રહેલી ટ્રકની પાછળ ST બસ ઘૂસી જતા 19 લોકોને ઈજા પહોંચી હતી. જેમાં વલસાડથી મહેસાણા પરીક્ષા આપવા જઈ રહેલા 6 વિદ્યાર્થીમાંથી 3 વિદ્યાર્થી પણ ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે બસના ડ્રાઇવરને ગંભીર ઇજા થઈ છે. આ તમામ લોકોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.


વડોદરાની એમએસ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ.નિકુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે સવારે વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલા મારા ગામ નાનાવાકછીપાકથી મહેશભાઈ પટેલનો ફોન આવ્યો કે, આપણા ગામના પાંચ-છ વિદ્યાર્થીઓ વાપીથી મહેસાણા ભણવા માટે ST બસમાં જઈ રહ્યા હતા અને જ્યાં સવારે નેશનલ હાઇવે પર અકસ્માત થયો છે અને તેઓને એસએસજી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે લાવવામાં આવ્યા છે. જેથી હું તાત્કાલિક અહીંયા આવ્યો અને અહીંયા આવીને જોયું તો એમના લિસ્ટમાં નામ હતા. જોકે 6 વિદ્યાર્થીઓ સ્ટેબલ પરિસ્થિતિમાં છે. બે લોકોને થોડી ગંભીર ઈજા થઈ છે અને એમના પ્રાથમિક સારવાર આપીને અત્યારે ગાડી કરીને એમને મહેસાણા મોકલી રહ્યા છે, કારણ કે એમના કાલે પરીક્ષા છે.


વિદ્યાર્થી રાહુલ પટેલે જણાવ્યું હતું કે, અમે વાપીથી નંદાસણ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં અકસ્માત થઈ ગયો. રસ્તામાં આવેલી ટ્રકની પાછળ બસ અથડાઈ હતી. બસની અંદર 40 થી 45 જેટલા મુસાફરો સવાર હતા. અમે જીટીયુની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા. ત્યારે આ અકસ્માત થયો હતો.

વિદ્યાર્થીની હિતિક્ષા પટેલે જણાવ્યું હતું કે, અમે વાપીથી મહેસાણા જિલ્લાના વડસ્મા ખાતે આવેલી SRI કોલેજ, BEની છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા. અમે વહેલી સવારે બસમાં ઊંઘી રહ્યા હતા એ સમયે બસ ટ્રકની પાછળ અથડાઈ હતી.આવતીકાલે અમારી પરીક્ષા છે અને આજે અકસ્માત થતાં અમે ચિંતામાં મુકાઈ ગયા છીએ. જોકે નિકુલભાઇએ અમારી જવાની વ્યવસ્થા કરી કરતા અમે કોલેજ જવા નીકળ્યા હતા.

Share :

Leave a Comments