વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બામણગામ પાસે આવેલા CNG પંપના 17 ફીલરો સામે રૂપિયા 94.33 લાખની ઉચાપતની કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. આ ફીલરોએ છેલ્લા એક વર્ષ દરમિયાન ગેસ વેચાણની આવેલી રોકડ રકમ પૈકીની કેટલીક રકમ UPI ટ્રાન્જેકશન બતાવી, ખોટા હિસાબો રજૂ કરી પંપ સંચાલકો સાથે છેતરપિંડી-વિશ્વાસઘાત કર્યો હતો.
આ બનાવ અંગે CNG પંપ ઉપર નોકરી કરતા વરુણભાઇ નવનિતભાઇ પટેલે (રહે. સી-49, તક્ષ ઓરા સોસાયટી, અણખોલ, વડોદરા) કરજણ પોલીસ મથકમાં 17 ફિલરોએ તા. 8/4/2024થી તા. 5/4/2025 દરમિયાન કુલ ગેસ વેંચાણની રકમમાંથી રૂપિયા 50,500 બતાવી રૂપિયા 94,33,086ની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. કરજણ પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓની યાદી
- બૈજુરાજ પ્રતાપરમણ વસાવા (રહે. ગોચર કંડારી, કરજણ)
- કનુભાઇ બેચરભાઇ માછી (રહે. 21- એ, લક્ષ્મીક્રુપા સોસાયટી, નવા બજાર, પોલીસ લાઇન પાછળ, નવા બજાર કરજણ)
- ખોડાભાઇ માહીજીભાઇ વસાવા (રહે. ગૌચર કંડારી તા. કરજણ)
- ગણેશભાઇ અરૂણભાઇ પઠાડે (રહે. બ્લોક નંબર-2, ડ/43, મીઠાવાળાની ગલી વાડી વાયદા પોળ, વડોદરા)
- મેહુલભાઇ ઘનશ્યામભાઇ પાટણવાડીયા (રહે. અકોટાદર તા.જી. વડોદરા)
- રધુવીરસિંહ પૃથ્વીરાજસિંહ રાજ (રહે. વાળંદ ફળીયુ, ધમણાદ તા. જી. ભરૂચ)
- મયુરધ્વજસિંહ ગેમલસિંહ રણા (રહે. મુળ જીદાદાનુ ફળીયુ, ધમણાદ તા.જી. ભરૂચ)
- દેવેન્દ્રસિંહ રણજીતસિંહ ઘરીયા (રહે. બાદ કોચારા, બાર અજમેર રાજસ્થાન)
- નટુભાઇ રણછોડભાઇ પઢીયાર (રહે. વાડીલાલ ફળીયુ, પીંગલવાડા વડોદરા)
- ગોપાલસીંહ જીતસિંહ સિંધા (રહે. અંબાજી ચોક, માંગલેજ તા. કરજણ જી. વડોદરા)
- ધારીક વિનોદભાઇ પરમાર (રહે. 1/49 ડાભી ફળીયુ, પુરા રારોદ તા. કરજણ જી. વડોદરા)
- મેહુલકુમાર બલવંતભાઇ ગોહીલ (રહે. પુરા મોટી કોરલ મીયાંગામ કરજણ)
- વિપુલભાઇ વિલેશભાઇ વસાવા (રહે. નવી નગરી, હસેપુર તા.જી. વડોદરા)
- રાકેશભાઇ રમેશભાઇ વસાવા (રહે. ગૌચર કંડારી તા. કરજણ)
- ગોપાલભાઇ હસમુખભાઇ માછી (રહે. વાડી વિસ્તાર સ્ટેશન રોડ નીયર હાઇસ્કુલ ચોરંદા તા.જી. વડોદરા)
- સુરેશભાઇ મેલાભાઇ વસાવા (રહે. નવી વસાહત, કંડારી તા. કરજણ જી. વડોદરા)
- પ્રવિણકુમાર રાજુભાઇ ગોહીલ (રહે. લાલજી મંદિર પાસે, પુરા મોટી કોરલ મીયાંગામ કરજણ)


