- પોલીસે દારૂની બોટલો, ટુ-વ્હીલર અને મોબાઈલ ફોન સહિત 1.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની મહેફિલ માણતા 15 શખસને છાણી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી દારૂની બોટલો, ટુ-વ્હીલર અને મોબાઈલ ફોન સહિત રૂ. 1.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગત રાત્રે છાણી પોલીસને બાતમી મળી હતી કે, છાણી કેનાલ પાસે આવેલા સહયોગ બંગલોઝ ખાતે દારૂની મહેફિલ ચાલી રહી છે. જેમાં પોલીસે તાત્કાલિક દરોડો પાડી 15 જેટલા ઈસમને રંગેહાથ ઝડપી લીધા છે. આ પાર્ટીમાં હાજર મોટા ભાગના કર્મચારીઓ ખાનગી કંપનીમાં જોબ કરે છે અને તેઓને પ્રમોશન થતા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસે બાતમી મળતા રેડ કરી અને દારૂની મહેફિલ માણતા એક સાથે 15ને ઝડપી દારૂની બોટલ 4 નંગ (રૂ. 4,000), ટુ-વ્હીલર વાહન 4 નંગ (રૂ. 75,000) અને મોબાઈલ ફોન 15 નંગ (રૂ. 95,000) મળી કુલ કિંમત રૂપિયા 1,74,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓ
1. વિમલ જયંતીભાઈ પટેલ, માજલપુર, વડોદરા
2. દિધ શૈલેષભાઈ દવે, રાયસણ, ગાંધીનગર
3. મહિર દિલીપસિંહ ટાટોડ, દોડકા ગામ, વડોદરા
4. જીગ્નેશ જયેશભાઈ ઓડ, સાવલી, વડોદરા
5. ગીતમ મણીલાલ પરમાર, ગોધરા, પંચમહાલ
6. કુણાલ દિનેશભાઈ દરજી, માજલપુર, વડોદરા
7. પાર્થ રાજેશભાઈ ગોહીલ, વડોદરા શહેર
8. રાજ વિનોદભાઈ પંચાલ, હાલોલ, પંચમહાલ
9. પાર્થ મનોજભાઈ પટેલ, સીટીએમ, અમદાવાદ
10. કૌશલ વિનોદભાઈ મીસ્ત્રી, છાણી, વડોદરા (મૂળ નવસારી)
11. હર્ષિત અનીલકુમાર ધીમાણ, વાઘોડિયા રોડ, વડોદરા (મૂળ હિમાચલ પ્રદેશ)
12. નોમીશ અનીલકુમાર દુબે, ખંભાત, આણંદ
13. જૈનમ પ્રવીણભાઈ પટેલ, સમા, વડોદરા (મૂળ મહેસાણા)
14. ધ્રુવ પ્રતીકભાઈ પારેખ, ઈસનપુર, અમદાવાદ
15. સુનીલ રઘુનાથ માલી, છાણી, વડોદરા (મૂળ મધ્યપ્રદેશ)


