વડોદરા મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં ખાલી પડેલી 14 જગ્યા ભરાઈ, 100% ગ્રાન્ટના આધારે નિમણૂકો કરાઈ

અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષાઓની પ્રતિક્ષાયાદીમાંથી મેરિટના આધારે ઉમેદવારોની પસંદગી ક૨ાઇ

MailVadodara.com - 14-vacant-posts-filled-in-Vadodara-Municipal-Corporations-health-center

- ગાયનેકોલોજિસ્ટમાં 1, લેબ ટેકનિશિયનમાં 6, સ્ટાફ નર્સ સંવર્ગમાં 2 ઉમેદવારો તેમજ ફિમેલ હેલ્થ વર્કર સંવર્ગમાં 5 ઉમેદવારોને પ્રતિક્ષાયાદીમાં અગ્રતાક્રમ અનુસા૨ નિમણૂકો અપાઈ

વડોદરા શહેરના વિવિધ આરોગ્ય કેન્દ્રો પર તબીબી સુવિધાઓ સુધરે અને સ્ટાફની કમી ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ તબીબી સંવર્ગની ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે લાયક ઉમેદવારોને વિધિવત રીતે નિમણૂક પત્રો પાઠવવામાં આવ્યા છે. વડોદરા શહે૨ના નાગરિકોને શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ મળી રહે તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે.

શહે૨ના વિવિધ આરોગ્ય કેન્દ્રો ૫૨ વિવિધ તબીબી સંવર્ગની જગ્યાઓ ભ૨વા માટે વહીવટી તંત્ર દ્વારા નિમણૂક પત્રો પાઠવવામાં આવ્યા છે. ગુજરાત સરકા૨ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત અર્બન હેલ્થ પ્રોગ્રામ અને ગુજરાત અર્બન પ્રોજેક્ટ અંતર્ગત ફાળવવામાં આવેલ 100% ગ્રાન્ટના આધારે આ નિમણૂકો ક૨વામાં આવી છે.

વહીવટી પારદર્શિતા જાળવીને, અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષાઓની પ્રતિક્ષાયાદીમાંથી મેરિટના આધારે લાયક ઉમેદવારોની પસંદગી ક૨વામાં આવી છે. જે અંતર્ગત ગાયનેકોલોજિસ્ટ સંવર્ગમાં 1 ઉમેદવાર, લેબ ટેકનિશિયન સંવર્ગમાં કુલ 6 ઉમેદવારો, સ્ટાફ નર્સ સંવર્ગમાં 2 ઉમેદવારો તેમજ ફિમેલ હેલ્થ વર્કર સંવર્ગમાં 5 ઉમેદવારોને પ્રતિક્ષાયાદીમાં અગ્રતાક્રમ અનુસા૨ નિમણૂકો અપાઈ છે.

Share :

Leave a Comments