ગોરવા ગામમાં મહિલાના ઘરમાંથી 132 બોટલ વિદેશી દારૂ સાથે 20 હજારનો જથ્થો જપ્ત કરાયો

ગોરવા પોલીસે દરોડો પાડી તપાસ કરતાં મહિલાના ઘરના પલંગમાંથી દારૂનો જથ્થો મળ્યો

MailVadodara.com - 132-bottles-of-foreign-liquor-along-with-Rs-20000-seized-from-womans-house-in-Gorwa-village

- પોલીસે દરોડો પાડી 20,442 કિંમતનો દારૂ કબજે કર્યો, મહિલાની અટકાયત કરી વધુ તપાસ શરૂ

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી મહિલાના મકાનમાંથી રૂપિયા 20 હજારથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે મહિલાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગોરવા પોલીસને એક મહિલાએ મોબાઇલમાં બનાવેલો વીડિયો બતાવી માહિતી આપી હતી કે, ગોરવા ગામના સોલંકી ફળિયામાં રહેતી લક્ષ્મીબેન અંબાલાલ સોલંકી પોતાના મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. માહિતીના આધારે ગોરવા પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો.

પોલીસે મકાનની તપાસ કરતાં એક રૂમમાં આવેલા પેટી પલંગમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને ક્વાર્ટર મળી આવ્યા હતા. પોલીસે કુલ 132 નંગ બોટલ-ક્વાર્ટર કબજે કર્યા હતા, જેની કુલ કિંમત રૂપિયા 20,442 હોવાનું સામે આવ્યું છે. જપ્ત કરાયેલા દારૂમાં રોયલ સ્ટેગ, રોયલ ચેલેન્જ અને વોડકાની બોટલોનો સમાવેશ થાય છે. પૂછપરછ દરમિયાન લક્ષ્મીબેન દારૂ રાખવા અંગે કોઈ પરમિટ રજૂ કરી શક્યા નહોતા. મહિલાએ દારૂ યુવરાજ નામના વ્યક્તિએ આપી ગયો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments