- રોંગ સાઈડે ચલાવનારા વાહનચાલકોને 66,813 મેમો ફટકારાયા તેમજ 19 વાહનો ડિટેઈન કરાયા હતા
- ગતરોજ સોમવારે ગેરકાયદેસર પેસેન્જર હેરાફેરી કરતા 7 વાહનો ડિટેઈન કરાયા
વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વર્ષ 2025 દરમિયાન સિગ્નલ ભંગ કરનારા વાહનચાલકો વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ હેઠળ કુલ 13,536 ઈ-ચલણ કરવામાં આવ્યા છે. તેમજ રોંગ સાઈડે જોખમી રીતે વાહન ચલાવનારા ચાલકો સામે મોટર વ્હીકલ એક્ટ મુજબ કુલ 66,813 ઈ-ચલણ ફટકારવામાં આવ્યા છે.
આ ઉપરાંત, અનધિકૃત રીતે પેસેન્જરોની હેરાફેરી કરતા વાહનચાલકો તેમજ આરટીઓની પરવાનગી વગર પેસેન્જર વાહનો ચલાવતા ચાલકો વિરુદ્ધ પણ વડોદરા શહેર ટ્રાફિક શાખા દ્વારા સતત ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. તા. 13 ડિસેમ્બર 2025થી 22 ડિસેમ્બર 2025 સુધીના સમયગાળામાં ટ્રાફિક શાખા (પૂર્વ ઝોન) દ્વારા અનધિકૃત પેસેન્જર હેરાફેરી સામે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
આ ઝુંબેશ દરમિયાન કુલ 19 વાહનો ડિટેઈન કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. ગઈકાલે સોમવારે ગેરકાયદેસર પેસેન્જર હેરાફેરી કરતા 7 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા અને તેમની સામે કાયદેસર પગલાં લેવાયા છે.


