નાગરવાડા, મચ્છીપીઠ સહિત વિસ્તારમાંથી 125 ગેસ જોડાણ કાપી 162ના 26.22 લાખની વસૂલાત કરાઇ

શહેરભરની 8 હજારથી વધુ મિલકતોના 40 કરોડના ગેસનાં બિલ વસૂલવાનાં હજુ પણ બાકી

MailVadodara.com - 125-gas-connections-were-disconnected-from-the-area-including-Nagarwada-Machhipith-and-Rs-26-22-lakhs-was-recovered-from-162

- કારેલીબાગ પોલીસની સાથે ગેસ વિભાગે ત્રણ દિવસમાં કુંભારવાડા મુસ્લિમ મહોલ્લો, મોલવી મસ્જિદ, સલાટવાડા, ખત્રીપોળ, મચ્છીપીઠ સહિતના વિસ્તારોની 287 મિલકતો ચકાસી કરી

વડોદરામાં ગેસ કંપનીએ બાકી લેણાની વસૂલાત શરૂ કરી છે. ત્રણ દિવસમાં કારેલીબાગના નાગરવાડા, મચ્છીપીઠ, નવાબવાડા સહિતમાં 287 મિલકતો ચકાસી 125 જોડાણ કાપી 26.22 લાખની વસૂલાત કરી હતી. જે જોડાણ કાપ્યા તેમના 83.36 લાખ વસૂલવાના બાકી છે.

કારેલીબાગ પોલીસની સાથે ગેસ વિભાગે 29, 30 અને 31 જાન્યુઆરીએ કારેલીબાગના ઘી કાંટા રોડ, સૈયદપુરા, લાલજીકુઈ, નાગરવાડા ચાર રસ્તા, કુંભારવાડા મુસ્લિમ મહોલ્લો, મોલવી મસ્જિદ, સલાટવાડા, માળી મહોલ્લો, તુલસી બાઈની ચાલ, બારોટ મહોલ્લો, નવી ધરતી સ્લમ ક્વોટર્સ, મહેતા વાડી, સુતરીયા પોળ, ખત્રીપોળ, મચ્છીપીઠ, જુના રેડિયો સ્ટેશન, સરવાળા ટેકરા, કાગધીવાડ, નવાબવાડા અને કડુ પાગામાં આવેલી 287 મિલકતોની ચકાસણી કરી હતી. 125 મિલકતોના બિલ બાકી હોવાથી જોડાણ કાપી નાખ્યા હતા. 125 મિલકતોના ગ્રાહકો પાસેથી 83.36 લાખના બિલ બાકી છે. 3 દિવસમાં 162 ગ્રાહકોના 26.22 લાખની વસૂલાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વડોદરા પાલિકા અને ગેસ વિભાગના સંયુક્ત સાહસ ગેસ કંપનીના શહેરમાં 2.80 લાખ ગ્રાહકો છે. 2014થી ગેસ કંપની કાર્યરત છે. જેમાં અત્યારસુધી 8 હજારથી વધુ મિલકતના 40 કરોડના બિલ બાકી છે. 40 કરોડની વસૂલાત માટે આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવા માટેનું ગેસ વિભાગનું આયોજન છે. એક અંદાજ મુજબ માર્ચ સુધીમાં વધારેમાં વધારે બિલની વસૂલાત કરવાની તૈયારી છે. જેમાં મિલકત ધરાશાયી થઈ હોય, મકાન બંધ હોય જેવા મોટાભાગની બાબતોનો ઉકેલ લાવવાનું આયોજન છે.

Share :

Leave a Comments