આજવા નિમેટા રોડ પર ગાડીને પંકચર પડતા પિકઅપ વાન પલટી જતાં 12 લોકો ઈજાગ્રસ્ત

શ્રમિકો રોજીરોટી માટે પિકઅપ વાનમાં બેસી જઈ રહ્યા હતા, અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ નહીં

MailVadodara.com - 12-people-injured-as-pickup-van-overturns-after-car-gets-punctured-on-Ajwa-Nimeta-Road

- અચાનક પિકઅપ ગાડી પલટી મારતા અફરા તફરી મચી હતી, 12 જેટલા લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી, તમામ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ સયાજી હોસ્પિટલમાં ખસેડાયા


વડોદરા શહેર નજીક આજવા નિમેટા રોડ પર પિકઅપ વાનમાં બેસી રોજીરોટી માટે શ્રમિકો જઈ રહ્યા હતા. દરમિયાન ગાડીને પંકચર પડતા પલટી જવાના કારણે અંદર રહેલા 12 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


આજવા રોડ પરથી પિકઅપ વાનમાં બેસીને નિમેટા તરફ કેટલાક શ્રમજીવીઓ જઈ રહ્યા હતાં આ દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. અચાનક પિકઅપ ગાડી પલટી મારતા અફરા તફરી મચી જવા પામી હતી અને 12 જેટલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. તેમને બચાવવા માટે આજુબાજુથી વાહન ચાલકો અને રહીશો દોડી આવ્યા હતાં. અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઈજાગ્રસ્ત અને 108ની મદદથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત સાકય ભારું નાયક, રાયતીબેન તેજાભાઈ નાયક, કિરણ કાળું બારિયા, કમળાબેન સુરતા બારિયા, સંગીતાબેન વિનોદભાઈ બારિયા, કલાબેન ભીલ, નંદાબેન સંજયભાઈ બારિયા, અમિતાબેન પન્નુભાઈ બારિયા, સંજય સકારામ બારિયા, જીતેય કનકસિંગ ભીલ, પાયલબેન રામાભાઈ બારિયા, ગાયત્રી પરભુ બારિયા અને જ્યોત્સનાબેન હરિભાઈ મળી 12 વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. જે તમામની સારવાર હાલમાં સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


અકસ્માત સર્જાયો હોવાની જાણ થતા આરોગ્ય સમિતિ ચેરમેન નરેન્દ્ર રોહિત પણ હોસ્પિટલમાં દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તોને મળી સાંત્વના આપી હતી. સત્વરે સારવાર થાય તે માટે તબીબોને પણ મળ્યા હતાં. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

Share :

Leave a Comments