- પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૂા.1.50 લાખ, 12 મોબાઇલ ફોન સહિત 3.30 લાખનો મુદ્દામાલ કબજે કરાયા
- બિલ્ડર સંજય પટેલ અને તેના ગ્રૂપના મિત્રો જુગાર રમવા બેઠા હતા
વડોદરાના ભાયલી ગામે નવી બંધાતી સાઇટની ઓફિસમાં જુગાર રમતા બિલ્ડર અને તેના ૧૧ મિત્રો પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા અને ૧૨ મોબાઇલ ફોન સહિત ૩.૩૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વડોદરા તાલુકા પોલીસને માહિતી મળી હતી કે, ભાયલી ગામ નવરચના યુનિવર્સિટી પાસે આવેલ કિશન એલ્ટિસ સાઇટની ઓફિસમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા ૧૨ જુગારીઓ ઝડપાઇ ગયા હતા. જેમાં અલ્પેશ ગોરધનભાઇ નારીયા (રહે. સેવાસી ગામ, કિશન એક્ઝોટિકા), વિશાલ મોહનભાઇ પટેલ (રહે. કિશન ફ્લેટ, શ્રીનગર સોસાયટી, અકોટા), સંજય જમનાદાસ પટેલ (રહે. કિશન પેરેડાઇઝ, ઉર્મિ સોસાયટી પાસે, અકોટા), મેહુલ જેન્તિભાઇ ઝીંઝુવાડિયા (રહે. ભાયલી, કેશવ સિલ્વોલ વસંત વિહાર), કુંજન ભરતભાઇ કાલરીયા (રહે. સેવાસી, વેસ્ટર્ન હાઇટ્સ, પ્રિયા ટોકિઝ પાસે), ભાવેશ મનસુખભાઇ પટેલ (રહે. સિલ્પન બિલ્સ, ભાયલી), વિપુલ જયભાઇ પટેલ (રહે. રાજનગર સોસાયટી, અકોટા), સંદિપ કેશવલાલ પટેલ (રહે. શ્યામલ સોસાયટી, નિલાંબર સર્કલ પાસે, વાસણા), પીયૂષકુમાર મનસુખલાલ નાદપરા (રહે. નોટિલ્સ એપા, સબરી સ્કૂલ પાછળ, વાસણા), પીયૂષ અશ્વિનભાઇ વાચાણી (રહે. અર્પણ ફ્લેટ, દીવાળીપુરા), નયન ભીમજીભાઇ લિમ્બાચીયા (રહે. એવરેસ્ટ એક્સપીરીયા,ભાયલી) તથા વિમલ મગનભાઇ પટેલ (રહે. શ્યામલ હાર્મનિ, નિલાંબર સર્કલ પાસે, વાસણા) નો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે, જુગાર રમતા પકડાયેલા બિલ્ડર સંજય પટેલની ભાયલી ગામે નવી બંધાતી કિશન એલ્ટિસ નામની સાઇટની ઓફિસમાં જ જુગાર રમાતો હતો. બિલ્ડર સંજય પટેલ અને તેના ગ્ુ્રાપના મિત્રો જુગાર રમવા બેઠા હતા.


