હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી ટ્રોલી બેગમાંથી 12 કિલો 760 ગ્રામ ગાંજો ઝડપાયો

પોલીસે બેગ કોની છે તે અંગે પૂછપરછ કરતા તેના કોઇ માલિક મળ્યા ન હતાં

MailVadodara.com - 12-kg-760-grams-of-marijuana-seized-from-an-unauthorized-trolley-bag-on-Howrah-Ahmedabad-Express-train

- ટ્રેનમાં ગીર્દી હોવાથી પોલીસના માણસો નીચે ઉતરી ના શક્યા અને ચેકિંગમાં ગાંજો મળ્યો

હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના બે રિર્ઝર્વેશન કોચની વચ્ચે એક બેગમાંથી રૂપિયા ૬.૧૮ લાખ કિંમતનો ૧૨.૭૬૦ કિલો ગાંજાનો જથ્થો મળતા રેલવે પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સુરત રેલવે સ્ટેશન પર ગઇકાલે બપોરે હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન આવતા રેલવે એસઓજીના માણસો કોચમાં ચેકિંગ કરવા માટે ચઢ્યા હતાં. જો કે ટ્રેન ઉપડી ત્યારે ગીર્દી ખૂબ હોવાથી પોલીસના માણસો નીચે ઉતરી શક્યા ન હતા અને ચાલુ ટ્રેનમાં જ ચેકિંગ હાથ ધર્યું હતું. ટ્રેન મકરપુરા રેલવે સ્ટેશન પાસેથી પસાર થયા બાદ ચેકિંગ દરમિયાન ટ્રેનના આગળના ભાગે કોચ એસ-૧ અને એસ-૨ વચ્ચેના કોરિડોરમાં એક રામા કલરની ટ્રોલીબેગ બિનવારસી હાલતમાં શંકાસ્પદ જણાઇ હતી.

આ દરમિયાન પોલીસે બેગ કોની છે તે અંગે પૂછપરછ કરતા તેના કોઇ માલિક મળ્યા ન હતાં. દરમિયાન બેગને હલાવીને ચેક કરતા અંદર બંડલો હોવાનું જણાયું હતું. આ બંડલો નશીલા પદાર્થના હોવાની આશંકાના પગલે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર આવ્યા બાદ બેગ ઉતારી ચેક કરતાં અંદરથી ખાખી કલરની સેલોટેપ વિંટાળેલા ૧૨ બંડલો મળ્યા હતાં. આ બંડલો ખોલી ચેક કરતા ૧૨ કિલો ૭૬૦ ગ્રામ ગાંજાનો જથ્થો જણાયો હતો. પોલીસે આ અંગે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments