તરસાલી બાયપાસ પાસે ખુલ્લી જગ્યામાં પત્તા-પાના વડે જુગાર રમતા 11 આરોપીઓ રંગેહાથ ઝડપાયા

તરસાલી બાયપાસ પાસે રગાજો હોટેલ પાછળ કેટલાક લોકો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી

MailVadodara.com - 11-accused-caught-red-handed-while-gambling-with-cards-in-an-open-space-near-Tarsali-Bypass

- ઝડપાયેલ તમામ આરોપીઓ પાસેથી અંગઝડતી તેમજ સ્થળ પરથી રોકડ રકમ, પત્તા-પાના અને 7 મોબાઈલ ફોન મળી કુલ રૂ. 55,100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તરસાલી બાયપાસ પાસે આવેલ રગાજો હોટેલની પાછળની ખુલ્લી જગ્યામાં પત્તા-પાના વડે જુગાર રમતા 11 આરોપીઓને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. 55,100નો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


મકરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ. ગોહિલ અને ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, તરસાલી બાયપાસ પાસે રગાજો હોટેલ પાછળ ઝાડ-ઝાંખરાવાળી ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે તાત્કાલિક રેડ કરવામાં આવી હતી. સ્થળ પરથી પોલીસે વિજય શંકરભાઈ ઠાકોર (ચોરાવાળું ફળિયું, તરસાલી ગામ), યોગેશ ઉર્ફે વિશાલ વિનુભાઈ લુહાર (વુડાના મકાન, તરસાલી સ્મશાન પાસે), સન્ની ભાઈલાલભાઈ બજાણીયા (નવી નગરી, તરસાલી બાયપાસ), રાહુલ ખુમાનસિંહ ગરાસિયા (બેલીમ ફળિયું, તરસાલી ગામ), ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ સુરેશભાઈ કનીજા (સાઈધામ સોસાયટી, તરસાલી તળાવ સામે), રવિસિંહ ઉર્ફે શિવ નરપતસિંહ રઠોડ (માધવ નગર સોસાયટી, તરસાલી), અજીત હરમાનભાઈ પઢીયાર (તરસાલી વુડાન મકાન), મોહસીન નીઝામભાઈ શેખ (દેસાઈ કોલોની, તરસાલી બસ સ્ટેશન પાસે), નિતિનકુમાર ઠાકોરભાઈ સોલંકી (દેસાઈ નગર, તરસાલી), કનુ બચુભાઈ પાટણવાડીયા (તરસાલી વુડાના મકાન) અને પરેશ વિનુભાઈ ઠાકોર (ભાલીયાપુરા ગામ, તા. જિ. વડોદરા)ને રંગેહાથ ઝડપી લીધા હતા.

ઝડપાયેલ તમામ આરોપીઓ પાસેથી અંગઝડતી તેમજ સ્થળ પરથી રોકડ રકમ, પત્તા-પાના અને 7 મોબાઈલ ફોન મળી કુલ રૂ. 55,100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધવાની તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

Share :

Leave a Comments