વડોદરાની વિવિધ સરકારી અને ખાનગી બેંકોમાં 4 મહિનામાં 1067 ડુપ્લિકેટ નોટ જમા થઈ!!

કેટલાક તત્વો દ્વારા નકલી ચલણી નોટો ઘુસાડીને ભારતીય અર્થતંત્રને ખોખલુ કરવાનો પ્રયાસ!!

MailVadodara.com - 1067-duplicate-notes-were-deposited-in-various-government-and-private-banks-of-Vadodara-in-4-months

- બંધ થઇ ગયેલી 2 હજારના દરની 6 ડુપ્લિકેટ નોટ્સ પણ આવી, વડોદરા ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ

કેટલાક તત્વો દ્વારા નકલી ચલણી નોટો ઘુસાડીને ભારતીય અર્થતંત્રને ખોખલુ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ દરમિયાન વડોદરા શહેરની વિવિધ સરકારી અને ખાનગી બેંકોમાં 4 મહિનામાં 10,20, 50,100,500 અને 2 હજાર રૂપિયાના દરની 1067 ડુપ્લિકેટ નોટો જમા કરાવવામાં આવી છે. જેમાં બંધ થઇ ગયેલી 2 હજારના દરની 6 ડુપ્લિકેટ નોટ્સનો પણ સમાવેશ થાય છે. આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાંચમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ક્રાઇમ બ્રાંચે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરા ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અબ્દુલ રશીદ શેરમહમંદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ભારત સરકારની આર.બી.આઈ.ના પરિપત્ર પ્રમાણે બેંકમાં એક જ ટ્રાન્જકશનમાં ચાર કે ચારથી ઓછી બનાવટી ચલણી નોટો મળે તો એફ.આઇ.આર આપવાની રહેતી નથી, પરંતુ તે અંગેની બેંક મેનેજરને જાણ કરવાની રહે છે. જ્યારે ચારથી વધારે બનાવટી ચલણી નોટો એક જ ટ્રાન્જકશન દરમિયાન મળી આવે તો એફ.આઈ.આર. કરવાની રહે છે.

વડોદરા શહેરમાં અલગ અલગ બેંકોની મુખ્ય શાખાઓ તથા તેની બ્રાંચીસ આવેલી છે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એચ.ડી.એફ.સી બેંક, યશ બેંક, કોટક મહીન્દ્રા બેંક, બૅન્ક ઓફ બરોડા, ઉજજીવન બેંક, આઈ.ડી.બી.આઈ બેંક, એ.યુ.સ્મોલ ફાઇનાન્સ બેંક, ડી.સી.બી. બેંક, એસ.વી.સી. બેંક, ધ ફેડરલ બેંકનો સમાવેશ થાય છે. આ બેંકો આર.બી.આઇ ના નિયંત્રણ હેઠળ કાર્યરત હોય છે. જે બેંકોમાં તા.25/01/2024થી તા.06/06/2025 સુધી વડોદરા શહેરની અલગ અલગ બેંકોના ભારતીય દરની ચલણી નોટો જેવી બનાવટી ચલણી નોટો જમા થયેલી છે.

આ નોટો બેંકોના ભરણામાં આવતા બેંક તરફથી તેને બનાવટી (ડુપ્લીકેટ) જાહેર કરી છે. તે ડુપ્લિકેટ નોટો બેંકોના લેખિત રીપોર્ટ આધારે અલગ અલગ તારીખે ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે તા.25/01/2024થી તા.06/06/2025ના સમય દરમ્યાન જમા કરાવી છે. જેમાં 20ના દરની 2 નોટ, 50ના દરની 19 નોટ, 100ના દરની 190 નોટ, 200ના દરની 101 નોટ, 500 દરની 749 નોટ, 2000ની 6 નોટ મળી આવી છે. કુલ 1067 ડુપ્લિકેટ નોટ મળી આવી છે. આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments