વડોદરા શહેરમાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને જળમૂળથી ડામવા માટે પોલીસે કમર કસી છે. આ અંતર્ગત માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી. પટેલ અને તેમની ટીમને એક ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે માંજલપુર રઝા મસ્જિદની પાછળ, કાશીબાનગર કોલોની ખાતે આવેલા એક ખુલ્લા પ્લોટમાં દરોડો પાડ્યો હતો. ત્યાં કેટલાક ઇસમો ગોળ કુંડાળું વળીને પત્તા-પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા.
પોલીસે સ્થળ પરથી જુગાર રમતા કુલ 10 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. આ રેડ દરમિયાન પોલીસે રોકડ રકમ અને અન્ય સામગ્રી મળીને કુલ 69,300નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઝડપાયેલા આરોપીના નામ
મોહમદ જીસાન સલીઉદ્દીન સીદ્દીકી (રહે. કાશીબાનગર, વડોદરા)
સાહેદખાન મકસૂદખાન પઠાણ (રહે.માંજલપુર, વડોદરા),
મુત્તુસીંગખાન વસીમખાન પઠાણ (રહે. માંજલપુર, વડોદરા),
સાહમહમદ સલીમમહમદ શેખ (રહે. કાશીબાનગર, વડોદરા)
સમીર એહમદ જહીર એહમદ ખાન (રહે. માંજલપુર, વડોદરા)
ગુફરાગ મિનહાઝ ખાન પઠાણ (રહે. કાશીબાનગર, વડોદરા)
મહમદ અલીઅકબર હનીફ શેખ (રહે. કાશીબાનગર, વડોદરા)
આબુબકર ખાન મીનાઝખાન પઠાણ (રહે. કાશીબાનગર, વડોદરા)
મેહતાબ કેસરઅલી સૈયદ (રહે.માંજલપુર, વડોદરા)
મહમદ હનીફ હસરૂદ્દીન શેખ (રહે. કાશીબાનગર, વડોદરા)


