- પોલીસે જુગારીઓ પાસેથી 9 મોબાઈલ, રોકડા મળી 1.18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
વડોદરાની ગોરવા પોલીસની માહિતી મળી હતી કે, મધુનગર વિસ્તારમાં ભાથુજી મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે મોડી રાત્રે 11.30 વાગે ઉપરોક્ત સ્થળે દરોડો પાડતા જુગાર રમતા 10 જુગારીઓ ઝડપાઈ ગયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી 9 મોબાઈલ, રોકડા રૂપિયા મળી કુલ 1.18 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે.
ગોરવા પોલીસે પકડેલા જુગારીઓમાં સાજીદ મકબુલભાઈ વાઘેલા (રહે-જનકપુરી, ગોરવા), આશિષ પ્રકાશભાઈ (રહે-હરીજન વાસ, ગોરવા), સલીમ દિલીપભાઈ રાઠોડ (રહે-સમશેર નગર, ગોરવા), સંદીપ ભીખાભાઈ સોલંકી (રહે-હરીજન વાસ, ગોરવા), સિરાજ સિકંદર રાણા (રહે-બોરીયા, ગોરવા), હેમાંશુ પ્રવિણભાઈ સોલંકી (રહે-બોરિયા, ગોરવા), અખ્તર મસ્જિદ ખાન પઠાણ, મોહસીન બચુભાઈ રાઠોડ, ફિરોજ ઉર્ફે ભયલુ દિલીપભાઈ રાઠોડ તથા હનીફ ઉર્ફે લાલો રસુલભાઈ રાણા (તમામ રહે-સમશેર નગર, ગોરવા) નો સમાવેશ થાય છે.


