ભાદરવા અને કરજણ પોલીસ મથક હદ વિસ્તારમાંથી જુગાર રમતા 10 જુગારીઓ ઝડપાયા, ત્રણ ફરાર

લોકલ ક્રાઇમ બ્રાંચે ભાદરવા અને કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી જુગારીઓ ઝડપાયા

MailVadodara.com - 10-gamblers-caught-gambling-in-Bhadarwa-and-Karjan-police-station-area-three-absconding

વડોદરા જિલ્લામાં ચાલતી ગેર પ્રવૃતિઓ સામે વડોદરા જિલ્લા પોલીસ કામગીરી ન કરતા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ભાદરવા અને કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી જુગાર રમતા જુગારીઓને રંગે હાથ ઝડપી લીધા છે. તમામ સામે ભાદરવા અને કરજણ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે. આર. સિસોદીયા અને ટીમને ભાદરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન એલ.સી.બી. ટીમને બાતમી મળી હતી કે, રણજીતનગર ગામ, વાઘરી ફળીયુ નજીક ખુલ્લી જાહેર જગ્યામાં સરકારી સ્ટ્રીટ લાઇટની નીચે કેટલાક ઇસમો ગોળ કુંડાળુ વળી પત્તા-પાના પૈસા વડે હારજીતનો જુગાર રમી રમે છે જે બાતમી આધારે રેડ કરી હતી.


આ રેડ દરમ્યાન 8 ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા. (1) હરપાલસિંહ મહેન્દ્રસિંહ મહિડા રહે-રણજીતનગર, તા.સાવલી (2) કિરણસિંહ વિક્રમસિંહ મહીડા, રહે-રણજીતનગર તા.સાવલી (૩) લાલસિંહ નરવતસિંહ સોલંકી, રહે-રણજીતનગર, તા.સાવલી (4) બલરામસિંહ મંગળસિંહ છાછટીયા, રહે-નટવરનગર, તા સાવલી (5) ભરતસિંહ સામંતસિંહ રણા, રહે- ભાદરવા અબાંજી ફળીયુ, તા સાવલી (6) ધવલસિંહ રાજેંદ્રસિંહ મહીડા, રહે-નટવરનગર સ્કૂલ પાછળ, તા સાવલી (7) જગદીશકુમાર ભઈલાલભાઈ ભોઈ રહે-રણજીતનગર, તા.સાવલી (8) હરિશચંદ્રસિંહ નટવરસિંહ વડોદીયા રહે-રણજીતનગર તા.સાવલીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં રોકડ રકમ, મોબાઈલ મળી કુલ 87,200નો મુદ્દામાલ જપ્ત કરી ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધી કાર્યવાહી હાથ ધરી છે.


આ સાથે જિલ્લાના કરજણ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ધાવટ ગામે નવીનગરીમાં આવેલ દુર્ગા માતાજીના મંદિરના ઓટલા ઉપર ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક ઈસમો પત્તા પાના પૈસા વડે હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં (1) અરવિંદભાઈ મેલાભાઈ રાઠોડ રહે.વેમારડી ગામ જુનુ ફળીયું તા.કરજણ જી.વડોદરા (2) અર્જુનભાઈ ભઈલાલભાઈ રાઠોડ રહે.વેમારડી જુનુ ફળીયું તા.કરજણ જી.વડોદરાને ઝડપી કુલ 52250 ની મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જુગાર રમતા સ્થળ પરથી ફરાર થયેલા (1) અતુલ રતીલાલ વસાવા રહે. કુરાલી તા.કરજણ (2) તરૂણ સોલંકી (3) સીમા રાઠોડ રહે. ધાવટ ગામે નવીનગરીમાં તા.કરજણ ને ઝડપી પાડવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments