વડોદરા પાસે ખલીપુરના ખેતરમાંથી 10 ફૂટ લાંબા મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાયો

વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટની ટીમે મગરને રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપ્યો

MailVadodara.com - 10-foot-long-crocodile-safely-rescued-from-a-farm-in-Khalipur-near-Vadodara

- રહેણાંક કે આસપાસના વિસ્તારમાં કોઇ વન્યપ્રાણી દેખાય તો ગભરાવાની જરૂર નથી, તાત્કાલિક સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટનો સંપર્ક કરવા અપીલ

વડોદરા પાસે આવેલા ખલીપુરના ખેતરમાંથી 10 ફૂટ લાંબો મગર આવી ગયો હતો. જેથી વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમ પહોંચી ગઈ હતી અને મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યો હતો અને વન વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો.


આજે બપોરે લગભગ 2 વાગ્યે સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના પ્રમુખ સંદીપ સિંઘને ખલીપુરના ખુમાનસિંહ મકવાણા તરફથી ફોન આવ્યો હતો કે તેમના ખેતરમાં અંદાજે 10 ફૂટ લાંબો મગર આવી ગયો છે. સૂચના મળતાં જ ટ્રસ્ટની રેસ્ક્યૂ ટીમના વોલન્ટિયર્સ તુરંત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન ખેતરમાં 10 ફૂટ લાંબો મગર હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યાર બાદ વન વિભાગના કર્મચારી શૈલેષભાઈની મદદથી મગરને સંપૂર્ણ સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યો અને તેને વન વિભાગને સોંપી દેવામાં આવ્યો છે.

સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટે નાગરિકોને અપીલ કરી છે કે, તમારા રહેણાંક કે આસપાસના વિસ્તારમાં સાપ, મગર, અજગર, દીપડો કે અન્ય કોઈ વન્યપ્રાણી દેખાય તો ગભરાવાની જરૂર નથી. તાત્કાલિક સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટનો સંપર્ક કરવો, જેથી વન્યજીવનું તેમજ નાગરિકોનું જીવન સુરક્ષિત રહી શકે.

Share :

Leave a Comments